વાર્તા : ૮૨
0:000:00
સ્વામીએ દેવરાજભાઈને પૂછ્યું જે દેહનો અંત ક્યારે કહેવાય? ત્યારે તે બોલ્યા જે ત્રણ દેહથી જુદો પડીને મૂર્તિમાં જોડાઈ ગયો એટલે દેહનો અંત આવ્યો. ત્યારે સ્વામી કહે પછી એ શું કરે? ત્યારે દેવરાજભાઈ બોલ્યા જે, મૂર્તિમાંથી સુખ લીધા કરે. પછી સ્વામી કહે બરોબર ઉત્તર કર્યો, દેહનો અંત તો ત્યારે જ આવ્યો કહેવાય. તે વિના ગમે તેટલાં ખોળિયાં બદલે, પણ દેહનો અંત ન આવે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો જે, અનુમાન વધારે કે અનુભવ? ત્યારે દેવરાજભાઈએ કહ્યું જે, અનુભવ વધારે; અનુમાન તો અટકળે કરીને જણાય તે પણ બરાબર નહિ, અને અનુભવમાં તો સાક્ષાત્કાર દેખાય. પછી કાંઈ બાકી ન રહે. ॥ ૮૨ ॥