વાર્તા : ૯૧
0:000:00
તેજના મંડળ મધ્યે મહારાજ બિરાજમાન છે. તે મૂર્તિમાંથી તેજ છૂટ્યા કરે છે. અને એ મૂર્તિ ભેળા જે અનાદિમુક્ત રહ્યા છે, તેનાં તેજ પણ ભેગાં ને ભેગાં વાંસે ચાલ્યાં જ જાય છે, પણ આગળ નહિ. એ મુક્તને એવું જોવાની કાંઈ જરૂર રહેતી નથી. તેને તો એટલું અનુસંધાન રહે છે જે મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે, પણ એ તેજ જોવા ન જાય. માટે હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં આ વાત સિદ્ધ કરવા મૂર્તિનું જ અનુસંધાન રાખવું, અને એમ જાણવું જે હું મહારાજની તેજોમય મૂર્તિમાં જ છું. એવું દૃઢ થયા પછી તેને પણ મહારાજ વિના બીજું કાંઈ જોવાનો ઠરાવ રહેતો નથી. ॥ ૯૧ ॥