વાર્તા : ૮૧
0:000:00
બ્રહ્માંડમાં યુગયુગ પ્રત્યે એક જ વાર શ્રી પુરુષોત્તમનો અવતાર થાય એમ કહ્યું છે, તે બ્રહ્માંડ અને યુગનું કેમ સમજવું? તો જેના આત્માને મહારાજે મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો, તેના દેહરૂપ બ્રહ્માંડને કાઢી નાખીને શ્રી પુરુષોત્તમ સ્વયં પ્રગટ થયા, એટલે એ બ્રહ્માંડને કાઢી નાખ્યું. પછી એ મુક્તને મતે એક પુરુષોત્તમ વિના બીજું કાંઈ રહેતું જ નથી. અને યુગ યુગ પ્રત્યે કહ્યું છે તે રાત્રિ-દિવસ તે યુગ કહેવાય, માટે જે સમયે તથા જે ઘડીએ સમજાયું તે યુગ થયા. આવી સમજણ થઈ તેને પુરુષોત્તમ છે, છે ને છે જ. પછી એને બીજી વાર પ્રગટ થવાનું બાકી ન રહ્યું. ॥ ૮૧ ॥