વાર્તા : ૧૦૮

0:000:00

જેને સત્સંગ થયો છે તેને પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં છે. તે જ્યારથી વર્તમાન ધરાવ્યાં ત્યારથી એ સ્વામિનારાયણનો થયો. પછી શ્રી સ્વામિનારાયણ ભગવાન કાંઈ હોય તેવો રહેવા દે? ના રહેવા દે. તે તો પોતા જેવો કરી નાખે, તેમને કાંઈ એવું નથી જે આમ દિવ્ય ન કરી શકે. તે તો ધારે તેમ કરે. જેમ ભમરી ઇયળને ઝાલીને ચટકો ભરીને ગુંજારવ કરે છે એટલે ઇયળનું એકે ય અંગ રહેતું નથી, ભમરી જેવી જ ભમરી થઈ જાય છે તેમ એ પણ દિવ્ય થઈ જાય. ॥ ૧૦૮ ॥