વાર્તા : ૮૦

0:000:00

શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે કે ખરો સાધુ તો હું છું, તે શું? તો જે સાધુ હતો તેનો ચૈતન્ય મહારાજે મૂર્તિમાં લીધો અને દેખાવ પોતાનો કર્યો, તેથી ખરા સાધું તો મહારાજ પોતે જ થયા, કેમ કે મુક્ત તો કાંઈ કરતા જ નથી. એ તો મહારાજના સુખે સુખિયા છે. મહારાજની મૂર્તિમાંથી મુક્તને નવીન નવીન આનંદ આવે છે. તે તો જેમ ચંદન પુષ્પ અને કેવડા આદિમાંથી નવી નવી ખુશબો આવ્યા જ કરે છે, તેમ મહારાજની મૂર્તિમાં અનાદિમુક્તને નવીન નવીન સુખ આવતું જ જાય છે. એ મૂર્તિને સંભારીને વાતો કરીએ છીએ તેમાં પણ નવીન નવીન રસ ચાલ્યો આવે છે; એવી એ અલૌકિક મૂર્તિ છે. ॥ ૮૦ ॥