વાર્તા : ૧૪૪

0:000:00

મહારાજના સાર્ધમ્યપણાને પામે તેને તો વચનામૃતમાં સિદ્ધ ભક્તિ કહી છે. તે સિદ્ધ ભક્તિ તો મહારાજની મૂર્તિમાં રહીને સુખ લેવું તેને જાણવી. સાધનભક્તિ તે શું? તો ભગવાનને રાજી કરવા નવધા ભક્તિ કરે છે તે. એ નવધા ભક્તિ કરતાં કરતાં સિદ્ધભક્તિ થાય અને પ્રેમલક્ષણા કરતાં કરતાં જ્ઞાન પ્રગટ થાય. પછી એ જ્ઞાને કરીને બીજું કાંઈ છે જ નહિ. એક મહારાજ જ છે, એમ સમજાણું એટલે પૂરું થયું જાણવું. ॥ ૧૪૪ ॥