વાર્તા : ૧૩૮

0:000:00

પુરાણી ધર્મકિશોરદાસજીએ પ્રશ્ન પૂછ્યો જે, જાતિ, સજાતિ અને વિજાતિ કોને કહેવાય? ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજે વર્તમાન ધરાવી જેના ચૈતન્યને મૂર્તિમાં રાખ્યો પછી તેનો જે દેખાવ રહ્યો તે સંકલ્પ સ્વરૂપને જાતિ કહેવાય, અને મૂર્તિમાં રસબસપણે રહેલા અનાદિમુક્તો સર્વે સજાતિ કહેવાય. જેને આવી સમજણ નથી અને દેહરૂપે માને છે તે વિજાતિ કહેવાય. ॥ ૧૩૮ ॥