વાર્તા : ૩૨

0:000:00

ભગવાન તો બહુ જ મોટા નાણાવટીને ઠેકાણે છે. તેમની સાથે ભાગ રાખે તો ન્યાલ કરે, પણ જ્યાં ત્યાં ફરતો ફરે તો કાંઈ ન મળે. માટે મૂર્તિનો રાજીપો લેવો એટલે કામ થઈ જાય. એ વિના કાંઈ ન થાય. મહારાજની મૂર્તિ ચિંતામણિ તુલ્ય છે. માટે જે ચિંતવે તે પ્રાપ્ત થાય. ચિંતામણિની ઉપમા મહારાજને દેવાય છે, તેનું કારણ પણ સર્વેના કર્તા નિયંતા મહારાજ છે તેથી એ દૃષ્ટાંતે સમજાવાય છે, પણ તે વિના ભગવાનને કોઈ દૃષ્ટાંત કે ઉપમા આપી શકાય એવું નથી. અનાદિમુક્ત તો એમની સાથે જ છે, એટલે અનાદિરૂપે પણ કામ કરનારા મહારાજ પોતે છે. માટે એ જેમ અનંત જીવોને સમાસ થાય તેમ દેખાય છે અને કલ્યાણ કરે છે. એટલું તો જાણી રાખવું જે મુક્ત હોય ત્યાં ભગવાન હોય અને ભગવાન હોય ત્યાં મુક્ત હોય; કેમ કે એ તો સદાય ભેળા જ છે. ॥ ૩૨ ॥