વાર્તા : ૧૧૪

0:000:00

શ્રી રામાનંદ સ્વામી ધામમાં ગયા કેડે મુક્તાનંદ સ્વામી કચ્છમાં ગયા હતા. પછી મહારાજે માંગરોળમાં સમાધિઓ કરાવવા માંડી એટલે તે વિગતના કાગળો સંતોએ મુક્તાનંદ સ્વામી ઉપર મોકલવા માંડ્યા કે અહીં તો બગાડી નાખ્યું છે. એવા કાગળથી સ્વામીએ કાગળ લખીને કહાવી મોકલ્યું કે સમાધિ તો સોહ્યલી નથી! પછી મહારાજે તો અહીં સમાધિઓનું પ્રકરણ ચલાવ્યું હતું. તે જ્યારે પોતે આવીને પ્રત્યક્ષ દેખ્યું ત્યારે કહે મહારાજ! હું ભૂલ્યો. આ વાતથી આપણે એમ ન જાણવું કે મુક્તાનંદ સ્વામીને ખબર નહોતી. તે તો મહારાજ સાથે જ આવેલા હતા. પણ આ તો આપણને સમજાવવા માટે એવું જણાવ્યું છે. ॥ ૧૧૪ ॥