વાર્તા : ૧૭૧
0:000:00
‘त्यजधर्ममधर्मंच’ એ શ્લોકનો અર્થ કર્યો જે હું આમ ધર્મ પાળું છું, આમ વર્તું છું, એવો અહંપણાનો ભાવ તે ધર્મ અને મેં આ પાપ કર્યું, આમ કર્યું, તેવા ભાવે યુક્તપણું તે અધર્મ. તથા અસત્ય જે માયાના કાર્યમાંથી થયું તેનો ત્યાગ કરવો અને સત્ય જે પુરુષકોટી, બ્રહ્મકોટી, અક્ષરકોટી આદિ મહારાજના મુક્તથી ઓરી જે અચળ સૃષ્ટિ એ સર્વનો ત્યાગ કરવો. પછી જે વિચારે કરીને એ સર્વનો ત્યાગ કર્યો તે વિચારનો પણ ત્યાગ કરવો, તે શું કરવા ત્યાગ કરવો? તો તેમાં બે વૃત્તિ થાય છે માટે તે સર્વેનો ત્યાગ કરે ત્યારે એકવૃત્તિ થાય અને ત્યારે જ મહારાજનો મુક્ત થયો. ॥ ૧૭૧ ॥