વાર્તા : ૧૨૯

0:000:00

દેવરાજભાઈને અમોએ પૂછ્યું કે તમો મહારાજને મળેલા છો? ત્યારે તે કહે, 'હા, હા, મળેલા છીએ.' એમ છાતી ઠોકીને કહ્યું. આમ જેને પ્રતિમા તથા ધામની મૂર્તિ એક જાણી હોય અને મહારાજ ઓળખાણા હોય તેને કેફ આવે છે. આવા પુરુષ ઓળખીને સમાગમ કરવો, પણ ઓળખ્યા વિના જેના તેના સમાગમ કરવાથી શું પ્રાપ્ત થાય? જે શુષ્ક છે તે તો એમ કહે છે કે મહારાજ હવે જતા રહ્યા. દેહ મેલશું ત્યારે જો તેડવા આવે તો આવે. એમ નિશ્ચય ન મળે તેને શાનો કેફ આવે! તેને તો નપુંસક જેવો જાણવો. ॥ ૧૨૯ ॥