વાર્તા : ૭૪

0:000:00

એક હરિભક્તને સદ્. શ્રી અક્ષરજીવનદાસજી સ્વામી વખાણતા, ત્યારે તે ભક્ત એમ જાણતો જે ઓહોહો! સ્વામીશ્રીએ આપણને વખાણ્યા! પણ એમાં તો દેહાભિમાનને લીધે સારું લાગતું હતું. એ વાત તેને સ્વામીના જોગથી પછી સમજાણી. તેમ આપણને આવો જોગ ન મળ્યો હોત અને વહેલો દેહ પડી ગયો હોત તો એ વાતમાં કાચું રહી જાત ખરું! ભલું થયું તે આવો જોગ મળ્યો, નહિ તો આવુ સમજાત નહિ અને સુખ પણ ન મળત. અમારા ગુરુશ્રીએ એક વાર મને કહ્યું જે તમે સત્સંગમાં થોડા વહેલા આવ્યા હોત તો મોટા મોટા નંદોનાં દર્શન થાત. પછી મેં કહ્યું કે સ્વામી! મારે માટે તો શ્રીજીમહારાજે દયા કરી આપશ્રીને રાખ્યા છે, એટલે આપ મને મળ્યા છો; તેથી મારે તો આપની સેવા સમાગમ અને દર્શનમાં બધા નંદો આવી ગયા. આવું સાંભળીને એ બહુ રાજી થયા. ॥ ૭૪ ॥