વાર્તા : ૭૬

0:000:00

ઝાડીમાં ભવડાં રહેતાં હોય તે માર્ગે જનારનું બધું ય લૂંટે. લૂગડાં જેવી વસ્તુ પણ રહેવા દે નહિ. તેમ કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મત્સરાદિ ભવડાં છે તે આ જીવનાં દાન, પુણ્ય, ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ આદિ માલ લૂંટી લે છે. તે ભવડાં કેવી રીતે જાય? તો મૂર્તિના પ્રતાપથી જાય. મૂર્તિ વિના એને કોઈ ખસેડે તેમ નથી. આ બધા અંતરશત્રુ ઉપર ઉપરથી હેત બતાવે પણ માંહી તો બધું ય બગાડે અને ખાઈ જાય તેવા છે. માટે બહુ જ સાવચેત રહી મૂર્તિનું મનન કરવું. આપણે મૂર્તિને બહુ જ જતન કરીને સાચવવી, તો બધું ય સચવાણું. પછી એમ બોલ્યા જે તિજોરીનું ગાડું સૂનું રાખ્યું હોય અને થોરિયાના ગાડા ઉપર બસેંહ બખ્તરિયા બેસાર્યા હોય તે કેવું લાગે? તેમ માયિક પદાર્થની રાત્રિ-દિવસ સંભાળ રાખે-જાળવ્યા કરે, અને મહારાજની મૂર્તિરૂપી તિજોરી સૂની મૂકે એટલે તેને તો સંભાળે પણ નહિ, તે એવું કહેવાય! માટે આપણે એમ ન કરવું, ખટકો બહુ રાખવો. ॥ ૭૬ ॥