વાર્તા : ૧૦૩
0:000:00
આપણે સત્સંગ કરીએ છીએ તેના ફળરૂપ મૂર્તિ મળી છે. લોકો ખેતી કરે છે તેને મોલ સામી અને અનાજના ઢગલા સામી દૃષ્ટિ રહે છે, તેમ આપણે સાધન કરીએ પણ ફળ જે મહારાજની મૂર્તિ તે સામી દૃષ્ટિ રાખવી. જો તે ન રહી તો પછી તેને શું પ્રાપ્ત થાય? તેવાને તો પશુ તુલ્ય જાણવો, કારણ કે જેને પામવા છે તેને તો એ જાણતો નથી માટે ફળ સામી દૃષ્ટિ રાખવી, એ કરવાનું છે. ॥ ૧૦૩ ॥