વાર્તા : ૧૪૭

0:000:00

આપણે મહારાજ અને મોટા મુક્ત સાથે હેત બાંધવું તો મહારાજ અને મોટા આપણને સુખિયા કરી મૂકે, અને છાના છાના આશીર્વાદ આપીને આપણું ઘર ભરી દે. જુઓને! સંસારમાં એકબીજા ઉપર હેત હોય છે, તો સગાંસંબંધી કોઈ વાર વઢે, વખાણે પણ હેતવાળાને ધન ધાન્ય આપીને પોતા જેવા કરે છે. એ રીતે મહારાજ અને મોટા સાથે આપણને હેત છે તો તેમણે આપણને પોતાના જેવા દિવ્ય કરી દીધા છે. માટે હેતરૂપ જ ભક્તિ છે એમ જાણી હેત બાંધવું. જો જગત વ્યવહારની પેઠે તેમને સરખા ગણી દે તો પછી તેમની સાથે જોડાવાય નહિ અને મહારાજ સુખ પણ ન આપે. ઝીણી બુદ્ધિવાળા કેને જાણવા? તો એક મૂર્તિમાં જ જોડાઈ જાય અને દેહ છે જ નહિ એવું કરી નાખે તેને જાણવા. પણ એમ ન જાણવું કે આવી જ વાતો ઘડી ઘડી શું કરવા કરતા હશે. જો વાત કરતા હશે તો કોઈને સમજવા માટે કરતા હશે અને કેટલાક તો એમ સમજી પણ ગયા હશે એમ જાણવું. મહારાજના મહિમાની વાતોમાં તો હદ બાંધવી જ નહિ અને વધતા ને વધતા જવું. ॥ ૧૪૭ ॥