વાર્તા : ૨૩
0:000:00
સ્વામીએ પરમ એકાંતિક મુક્તની સ્થિતિની વાત કરી ત્યારે સોમા ભક્તે પ્રશ્ન પૂછ્યો જે પરમ એકાંતિક મુક્ત એક નજરે મહારાજ સામું કેમ જોઈ રહ્યા હશે? ત્યારે સ્વામી બોલ્યા કે એ મુક્તને તો સમગ્ર મૂર્તિને જોવાપણું છે. એમ એક નજરે મૂર્તિ સામું જોઈ રહ્યા છે પણ સળંગ રસબસ ભાવે મૂર્તિમાં નથી રહ્યા. જેમ ચમક સામે લોઢું આકર્ષાય તેમ પરમ એકાંતિક મુક્ત જોઈ રહ્યા જાણવા. આ તો એકદેશી દૃષ્ટાંત છે પણ એમને જોવાની રીત તો અલૌકિક છે. ॥ ૨૩ ॥