વાર્તા : ૯૬
0:000:00
આપણે મહારાજને તથા મોટા મુક્તને અર્પણ કરીએ તો તે આપણને પરભાવમાં મળે પણ દેહરૂપ રહેતા હોય તેને અર્પણ કરીએ તો ન મળે. મહારાજ વિના બીજાની સેવા ને સમાગમ કરે તો નિષ્ફળ થાય. આપણે કયા રસ્તે ચાલ્યા છીએ તે તપાસવું. આપણે પુરુષોત્તમનારાયણની ચુંદડી ઓઢી છે તે લજાવવી નહિ. હવે આપણને ભગવાન કોણ મેળવી આપે? તો જેના ભેળા મહારાજ હોય તે. મહારાજ જેને મુક્ત કરીને મૂર્તિમાં રાખે એને બોલનાર-ચાલનાર મહારાજ પોતે જ થયા. તેથી એને મહારાજનો સમાગમ થયો. એટલે મેળવી આપનાર પણ મહારાજ થયા. જેમ હીરે હીરો વેંધાય તેમ પણ બીજાથી આ કામ ન બને. ॥ ૯૬ ॥