વાર્તા : ૧૧૬

0:000:00

જ્યાં સુધી દેહરૂપ હોય ત્યાં સુધી તેને મહારાજ ન દેખાય, પણ બીજા મુક્તો દેખાય, તે દેખીને મુમુક્ષુને એમ જાણવું કે મહારાજ ન દેખાણા માટે આપણે હજી દેહરૂપ છીએ. પછી મોટા મુક્તના જોગે દેહરૂપ મટીને મહારાજરૂપ થાવું. પછી એક મહારાજ જ દેખાય અને બીજા મુક્તો મહારાજ ભેગા દેખાય ત્યારે જાણવું જે હવે દેહરૂપ મટી જવાણું. દેહરૂપ મટ્યો એટલે તો બધું યે ગયું. સર્પ કોઈને રાખવો નથી પણ સોડ્યમાં પેસી ગયો છે તેને સાચવીને કાઢવો. તેમ દેહભાવ કોઈને રાખવો નથી પણ રહી ગયો છે, તેને મોટાનો જોગ કરીને કાઢી નાખવો. દેહભાવ ગયો તો પછી કાંઈ ન રહ્યું માટે મોટા સંતનો વિશ્વાસ રાખવો ને જાણવું જે મોટાએ કહ્યું એટલે દેહ છે જ નહિ, એમ નક્કી માનવું. ઢેડને અડ્યા અથવા સ્મશાને ગયા તેથી અભડાણા, પણ નહાયા એટલે આભડછેટ ગઈ. તે પાણીનો વિશ્વાસ છે તેમ વિશ્વાસ રાખવો. માયામાંથી નોખા ક્યારે પડે? તો એવા મોટા મુક્ત મળે તે મહારાજને ઓળખાવે એટલે એ તરત નોખો પડે. તે ‘सहजानंद्गुरुम् भजे सदा’ તેથી ‘गुरु’ તો મહારાજ જ કહેવાય અને માયામાંથી પણ મહારાજ નોખા પાડે. ॥ ૧૧૬ ॥