૮. આરતી
જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી;
સહજાનંદ દયાળુ (2), બળવંત બહુનામી. જય...
ચરણસરોજ તમારાં, વંદું કર જોડી; (2)
ચરણે શીશ ધર્યાથી (2), દુઃખ નાખ્યાં તોડી. જય...
નારાયણ નર ભ્રાતા, દ્વિજકુળ તનુ ધારી; (2)
પામર પતિત ઉદ્ધાર્યા (2), અગણિત નરનારી. જય...
નિત્ય નિત્ય નૌતમ, લીલા કરતા અવિનાશી; (2)
અડસઠ તીરથ ચરણે (2), કોટિ ગયા કાશી. જય...
પુરુષોત્તમ પ્રકટનું, જે દર્શન કરશે; (2)
કાળકર્મથી છૂટી (2), કુટુંબ સહિત તરશે. જય...
આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી; (2)
મુક્તાનંદ કહે મુક્તિ (2), સુગમ કરી સિદ્ધિ. જય...