શ્લોક ૧૭૪

मनुष्यं चांशुकादीनि नारी क्वापि रजस्वला ।

दिनत्रयं स्पृशेन्नैव स्नात्वा तुर्येऽह्नि सा स्पृशेत्॥174॥

અને વળી રજસ્વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ, તે ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહિ, ને ચોથે દિવસે નાહીને અડવું. (એવી રીતે ગૃહસ્થાશ્રમી એેવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જે આ વિશેષ ધર્મ કહ્યા, તે સર્વ, ધર્મવંશી આચાર્ય ને તેમની પત્નીઓ તેમને પણ પાળવા; કેમ કે એ ગૃહસ્થ છે.) ॥174॥

And the married as well as widowed women should not touch any person or things like clothes etc. for three days during menstruation, and on the fourth day they can touch after having bath. (Similarly, all these specific codes of conduct mentioned for the Grihastha men and women devotees should be followed by the Dharmavanshi Acharya and his wife as they are also Grihastha). || 174 ||