શ્લોક ૭૨

तमायान्तं निशम्याशु प्रत्युद्गन्तव्यमादरात् ।

तस्मिन् यात्यनुगम्यं च ग्रामान्तावधि मच्छ्रितै:॥72॥

અમારા જે આશ્રિત જન, તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદરથકી તત્કાળ સન્મુખ જવું. અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. ॥72॥

And My devotees should immediately go to greet their Acharya, whenever he visits their place and they should go to see him off till the outskirts of the town whenever he leaves their place. || 72 ||