શ્લોક ૪૫

भक्तैस्तदितरैर्माले चन्दनादीन्धनोद्भवे ।

धार्ये कण्ठे ललाटेऽथ कार्य: केवलचन्द्रक:॥45॥

અને તે સચ્છૂદ્રથકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન તેમણે તો, ચંદનાદિક કાષ્ઠની જે બેવડી માળા તે, ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિષે ધારવી અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. ॥45॥

And the devotees, who are inferior by caste to the good Shudras, should wear double-folded string of sandalwood beads around their neck after offering it to the God and should put a dot on their forehead but not the Tilak. || 45 ||