શ્લોક ૧૧૮
कारणीया पुरश्चर्या पुण्यस्थानेऽस्य शक्तित: ।
विष्णुनामसहस्रादेश्चापि कार्येप्सितप्रदा॥118॥
અને એ જે દશમસ્કંધ તેનું પુરશ્ચરણ જે તે પુણ્યસ્થાનકને વિષે, પોતાના સાર્મથ્ય પ્રમાણે કરવું -કરાવવું. અને વળી વિષ્ણુસહસ્રનામ આદિક જે સચ્છાસ્ત્ર, તેનું પુરશ્ચરણ પણ, પોતાના સાર્મથ્ય પ્રમાણે કરવું-કરાવવું; તે પુરશ્ચરણ કેવું છે તો, પોતાના મનવાંછિત ફળને આપે એવું છે. ॥118॥
And the 'Purushcharan' i.e. repetition of God's name along with proper offerings in sacred fire, of Dasham Skandh should be performed at some holy place of pilgrimage as per one's capacity. And moreover, the 'Purashcharan' of the scriptures like Vishnushahastranaam etc. should be performed as per one's capacity. Such 'Purashcharan' can grant one, his desired objects. || 118 ||