શ્લોક ૨૦૯
वक्त्रभावे तु पूजैव कार्याऽस्या: प्रतिवासरम् ।
मद्रूपमिति मद्वाणी मान्येयं परमादरात्॥209॥
અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે તો, નિત્યપ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી; અને આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે - એ રીતે પરમ આદરથકી માનવી. ॥209॥
And if there is no one around who can read the Shikshapatri, then one should worship the Shikshapatri; and the Shikshapatri which is My speech is My divine form and it should be followed with full devotion. || 209 ||