શ્લોક ૧

वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि ।

वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये॥1॥

શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રી લખતા થકા પ્રથમ પોતાના ઇષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાનરૂપ મંગળાચરણ કરે છેઃ હું જે તે મારા હૃદયને વિષે શ્રીકૃષ્ણભગવાનનું ધ્યાન કરું છું. તે શ્રીકૃષ્ણ કેવા છે, તો જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યાં છે અને જેના વક્ષઃસ્થળને વિષે લક્ષ્મીજી રહ્યાં છે અને વૃંદાવનને વિષે વિહારના કરનારા છે. ॥1॥

Shri Sahajanand Swami contemplates in His heart His beloved deity Shri Krishna as an auspicious beginning before writing this Shikshapatri for His devotees, : contemplate Lord Krishna in My heart", says He. Shri Krishna, on whose left side Radhikaji is residing and in His heart Laxmiji is residing, is roaming around in Vrindavan. || 1 ||