શ્લોક ૨૬
स्वपरद्रोहजननं सत्यं भाष्यं न कर्हिचित् ।
कृतघ्नसङ्गस्त्यक्तव्यो लुञ्चा ग्राह्यान कस्यचित्॥26॥
અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન, તે ક્યારેય ન બોલવું. અને જે કૃતઘ્ની હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહારકાર્યને વિષે કોઈની લાંચ ન લેવી. ॥26॥
And a truth, which offends one’s own self and offends others also, should never be uttered. And one should avoid the company of ungrateful people and one should not accept bribe for any worldly duty. || 26 ||