શ્લોક ૬૨
आचार्येणैव दत्तं यद्यच्च तेन प्रतिष्ठितम् ।
कृष्णस्वरु़पं तत्सेव्यं वन्द्यमेवेतरत्तु यत्॥62॥
અને જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય, અથવા તે આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય, તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. ॥62॥
And the worshipping form of Shri Krishna, which has been given or installed by the religiously appointed preceptor, should be worshipped. It is appropriate to bow down to the other forms of Shri Krishna but not to worship them. || 62 ||