શ્લોક ૫૧
उपविश्य तत: शुद्ध आसने शुचिभूतले ।
असङ्कीर्ण उपस्पृश्यं प्राङमुखं वोत्तरामुखम्॥51॥
અને તે વાર પછી, પવિત્ર પૃથ્વીને વિષે પાથર્યું અને શુદ્ધ, ને કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન, તેને વિષે પૂર્વમુખે અથવા ઉત્તરમુખે બેસીને આચમન કરવું. ॥51॥
And there after one should spread a clean and comfortable mat, which has not been touched by any other mat, on a pious place and sit on it facing east or north and perform the 'Aachman'. || 51 ||