શ્લોક ૫૩

पुण्ड्रं वा चन्द्रको भाले न कार्यो मृतनाथया ।

मनसा पूजनं कार्यं तत: कृष्णस्य चाखिलै:॥53॥

અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિષે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે, મને કરીને કલ્પ્યાં જે ચંદન-પુષ્પાદિક ઉપચાર, તેણે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની માનસીપૂજા કરવી. ॥53॥

And the widowed women, who are My devotees, should not put on either the Tilak or the dot on their forehead. And then all My devotees should visualize Me and all the offerings like sandal­wood paste, flowers etc. in their heart and perform 'Mansipooja' of Shri Krishna Bhagwan. || 53 ||