શ્લોક ૧૭૮
न स्त्रीप्रतिकृति: कार्या न स्पृश्यं योषितोंऽशुकम् ।
न वीक्ष्यं मैथुनपरं प्राणिमात्रं च तैर्धिया॥178॥
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી, ને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહિ, અને મૈથુનાસક્ત એવાં જે પશુપક્ષ્યાદિક પ્રાણીમાત્ર, તેમને જાણીને જોવાં નહિ. ॥178॥
And a staunch celibate should not make an image of a woman and should not touch a cloth worn by a woman and should not observe the birds, animals etc. any living being engaged in copulation. || 178 ||