આપણું બેસતું વર્ષ : ૨
મંગળ રૂપ મહારાજનું, મંગળ મુક્ત સદાય;
શ્રીહરિ સહજાનંદ પ્રભુ, મંગળ અમૃત પાય. ૧
મંગળ સંબંધ જેહને, મંગળ નૂતન વર્ષ;
મંગળ એક જ પ્રાપ્તિ, મંગળ એ જ સુહર્ષ. ૨
મંગળ નિશદિન એહને, મંગળ પ્રભાત ઝળહળે;
મંગળ સર્વે શ્રીહરિ જોતાં, અમંગળતા સહુ ટળે. ૩
સ્વામિનારાયણ સર્વોપરી, મંગલમૂર્તિ એક જ છે;
અચળ એનો આશરો, તે એક મંગળ ટેક છે. ૪
ધન્ય ધન્ય મંગળમૂર્તિ, ધન્ય ધન્ય દિવસ આજ;
ધન્ય ધન્ય ધર્મકુંવર પ્રભુ, ધન્ય મંગળ મહારાજ. ૫
: જય શ્રી સ્વામિનારાયણ :