પંચાળા : ૬

વૈકુંઠનાથ જે રામચંદ્રજી તથા સહસ્રશીર્ષા જે અનિરુદ્ધ તથા શેષશાયી જે વૈરાજનારાયણ તથા ભૂમાપુરુષ તેમના કારણ, અવતારી ને પુરુષોત્તમ તે શ્રીકૃષ્ણને કહ્યા છે અને તે શ્રીકૃષ્ણને અવતાર કહ્યા છે ને વાસુદેવ બ્રહ્મને શ્રીકૃષ્ણના અવતારી કહ્યા છે અને મહાભારતમાં ને ભાગવતમાં શ્રીકૃષ્ણને નરનારાયણ નામે કહ્યા છે. આ અવતાર એટલે અમે વાસુદેવાદિક સર્વે અવતારોના કારણ છીએ એવા સર્વોપરી અમને જાણીને, અમારી દૃઢ ઉપાસના કરવી ને આવા રીતની અમારે વિષે ઉપાસનાની દૃઢતા હોય તેનાથી કાંઈક અવળું વર્તાઈ ગયું હોય તો પણ અંતે તેનું કલ્યાણ થાય. (૧૩૨)