ગઢડા મધ્ય : ૧૪
નિરુત્થાનપણે અમારો નિશ્ચય હોય તે જ તદાત્મકપણું છે ને એ જ નિર્વિકલ્પ સમાધિ છે. એ સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. એવા અડગ નિશ્ચયવાળા નિવૃત્તિ માર્ગને વિષે અથવા પ્રવૃત્તિ માર્ગને વિષે વર્તે તો પણ તે નિર્ગુણ જ છે. જેને આવો નિશ્ચય ન હોય ને તે નિવૃત્તિ માર્ગમાં પ્રવર્ત્યા હોય તો પણ તે સગુણ ને અજ્ઞાની છે ને નરકમાં જાશે. (૧૪૭)