ગઢડા મધ્ય : ૧૬
અમારા સ્વરૂપની દૃઢ નિષ્ઠા હોય તો તે ભેળી ધર્મનિષ્ઠા રહે. નિયમે કરીને વિષય જિતાય છે. અતિશય શ્રદ્ધાવાન હોય તેને વહેલી સાધનની સમાપ્તિ થાય છે. મંદ શ્રદ્ધાવાળો અનેક જન્મે મોક્ષને પામે. તીવ્ર શ્રદ્ધાવાન પુરુષનાં લક્ષણ કહ્યાં છે. ઇંદ્રિયોને વશ કરીને અમે કહેલા નિયમમાં રાખે તો વિષય જિતાય છે. અમારું માહાત્મ્ય જાણે તો શ્રદ્ધા વૃદ્ધિ પામે. (૧૪૯)