ગઢડા પ્રથમ : ૨૬

અમારા સંબંધી પંચવિષયમાં પ્રીતિવાન હોય, ને જગત સંબંધી પંચવિષયમાં અભાવ રહે, તે સ્થૂળ દેહને જાગ્રત અવસ્થાનો વિવેક છે. સ્વપ્નમાં અમારા સ્વરૂપ વિના એટલે મૂર્તિ વિના બીજા વિષયમાં ન લોભાય તે સૂક્ષ્મ દેહને સ્વપ્ન અવસ્થાનો વિવેક છે. અને કારણ દેહમાંથી પાંચ વિષયની સારપ ટાળીને કેવળ અમારી મૂર્તિનું ચિંતવન કરે, તે ચિંતવન કરતાં કરતાં દેહાદિકની વિસ્મૃતિ થાય એ કારણ દેહને સુષુપ્તિ અવસ્થાનો વિવેક છે. અને શૂન્યભાવ એટલે આકાશવત્‌ નિર્લેપ કહેતાં માયાથી રહિત નિર્ગુણ થઈને પોતાને વિષે અમારી મૂર્તિને જોતાં જોતાં પ્રકાશ થઈ આવે ને તે પ્રકાશમાં અમારી મૂર્તિ દેખાય છે તે જીવાત્માનો વિવેક છે. અમારે વિષે પ્રીતિમાં કોઈ વિષય આડો ન આવે તે વિચાર બળવાન છે.