પત્ર : ૫૩
અ. મુ. મનસુખબાપાના અંતર્ધાન થવાના સમાચાર આપણા સૌને દુઃખદ લાગે જે, આવા મહામુક્ત દુર્લભ થયા. મોટાની સ્થિતિ પારાવાર હોય છે. સાદા ઘણા હતા. નાના સાથે નાનાની રીત રાખે અને મોટા સાથે મોટાની રીતે બધુંય કરતા. નાના-મોટાની સેવા સ્વીકારતા. સુખદુઃખની રાવ બાપાશ્રી પાસે પહોંચાડતા, આશીર્વાદ દેતા, વઢતા-વખાણતા, પણ સૌને વહાલપથી રાજી કરતા. નાના બાળકની પણ એમના હૃદયમાં યાદી રહેતી. આવા સર્વદેશી, કૃપાની મૂર્તિ, અનાદિ મુક્તરાજની આપણને મહાન ખોટ પડી. એ તો અહીં હતા તો પણ મૂર્તિના સુખમાં જ હતા. આપણને સુગમ હતા તે હવે અગમ થઈ ગયા. શ્રીજીમહારાજની કૃપાદૃષ્ટિ પોતાના આશ્રિત પર સદાય છે તે ભેળી એમની કૃપા છે જ છતાં આપણને મોટી ખામી આવી.