ગઢડા મધ્ય : ૪૪

જેને ભૂંડા દેશાદિકને યોગે કરીને બુદ્ધિ દૂષિત થાય છે તેણે કરીને અવગુણ વધુ સૂઝે છે. પૂર્વે મોટા પુરુષનો યોગ થયો હોય અથવા અમારું દર્શન થયું હોય તેને પોતાના જ અવગુણ સૂઝે પણ બીજા હરિભક્તના અવગુણ દેખે જ નહિ. આસુરી હોય તેને પોતામાં અવગુણ ન ભાસે ને બીજા હરિભક્તમાં કેવળ અવગુણ ભાસે. (૧૭૭)