ગઢડા મધ્ય : ૩૨

ત્રણ દેહથી નોખો પોતાના જીવાત્માને જાણીને તેને વિષે વાસુદેવ જે અમે તે અમારી મૂર્તિને ધારીને અમારું સ્મરણ કરે તો કુટુંબીનો સંબંધ ટળી જાય. પ્રત્યક્ષ કહેતાં તમારી દૃષ્ટિને આગળ દેખાતા એવા પરબ્રહ્મ જે અમે તે અમારા સ્વરૂપનું એટલે અમારું ધ્યાન, સ્મરણ, કીર્તન ને કથા કરે તો માયાને તરીને અમારા અક્ષરધામને પામે. આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ધર્મ એ ત્રણ ભક્તિનાં સહાયરૂપ ઉપકરણ છે. કલ્યાણ તો અમારી ભક્તિએ કરીને જ છે. અમારો ભક્ત દેહ મેલે છે ત્યારે અમારા વિના બીજે પ્રીતિ ન રહે તે સારુ આત્મનિષ્ઠા ને વૈરાગ્ય તે ભક્તને વિષે પ્રેરીએ છીએ. રૂડાં દેશાદિક સેવવા ને ભૂંડા ન સેવવા. (૧૬૫)