ગઢડા છેલ્લું : ૩૭

અમારા જેવો બીજો કોઈનો આકાર નથી, અમારા વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરે છે ને અમારા જેવો બીજો કોઈ નથી. અમારા ધામમાં અમારા ભક્ત છે તેનો આકાર અમારા જેવો જ છે, તો પણ તે પુરુષ છે અને અમે પુરુષોત્તમ છીએ, એ મુક્તોથી શ્રેષ્ઠ છીએ ને એ મુક્તોને ઉપાસ્ય ને સ્વામી છીએ. એ મુક્તો અમારા મહિમાના પારને પામતા નથી એવા દિવ્ય મૂર્તિ નિર્ગુણ ને ધ્યેય છીએ. અમારું ધ્યાન કરનારા નિર્ગુણ થઈ જાય છે. અમારા ધામને વિષે એક દેશને વિષે રહ્યા થકા અનેક બ્રહ્માંડમાં કર્મફળપ્રદાતાપણે અંતર્યામીરૂપે રહ્યા છીએ. જેવા અક્ષરધામમાં છીએ તેવા અહીં દેખાઈ રહ્યા છીએ ને સર્વે જીવોના જીવન છીએ, સિદ્ધેશ્વર છીએ. અમારું સ્વરૂપ બીજી રીતનું એટલે અક્ષરાદિક સર્વેથી અતિ વિલક્ષણ છે અને જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા દેખાઈએ છીએ આવું અમારું જ્ઞાન થયું હોય ને અમારી ભક્તિ કરી હોય તો તે ક્યારેય વિસરી જાય નહીં ને તેના જીવનું સારું થાય. (૨૭૧)