ગઢડા મધ્ય : ૨૬
અમને ભજતાં અંતરાય કરે એવા સંબંધીનો તથા અમને તથા અમારા ભક્તને ન ગમે એવા સ્વભાવનો ત્યાગ કરવો. પોતામાં ગુણ જુએ ને બીજામાં અવગુણ પરઠે તે સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે અને અમારી ભક્તિમાં આત્મજ્ઞાન, વૈરાગ્ય ને ધર્મ તે અંતરાય કરે તો તેને પાછા પાડીને અમારી ભક્તિ મુખ્ય રાખે તો અમારો પૂરો ભક્ત છે. અમારા ભક્તે સર્વે સત્સંગીના ગુણ લેવા અને પોતાનો અવગુણ લેવો તો સત્સંગ વૃદ્ધિ પામે પણ ભક્તના અવગુણ લે તે વિમુખ થાય. શિખામણની વાત સવળી લે તેના ઉપર અમારે હેત થાય છે અને અવળું લે તેના ઉપર નથી થતું. (૧૫૯)