પત્ર : ૬૩
મોટાં ધામોમાં સમૈયા વખતે મહારાજ જાણે પ્રત્યક્ષ દર્શન દેતા હોય તેવું લાગે છે. સમૈયામાં હેતવાળા મુક્તોનાં સહેજે દર્શન થાય તે માટે શ્રીજીમહારાજે આવી ગોઠવણ કરી છે.
આપણે મોટાના અભિપ્રાય જોઈએ છીએ તથા તેમનાં લખાણ વિચારીએ છીએ ત્યારે સૌનો એક જ અભિપ્રાય થાય છે કે મૂર્તિ રાખો, મૂર્તિનો દિવ્યભાવ સમજો. અક્ષરધામની મૂર્તિ ને પ્રતિમા બેયનો સરખો મહિમા સંતો તથા બાપાશ્રી સમજાવે છે. દિવ્ય સમૂહમાં એ લાભ સહેજે લેવાય.