ગઢડા છેલ્લું : ૧૧

વૈરાગ્ય, સ્વધર્મ, તપ ને નિયમે કરીને ઇંદ્રિયો જિતાય છે. માહાત્મેય સહિત ભક્તિએ અંતઃકરણ જિતાય છે. અમારે વિષે ને અમારા સંતને વિષે આત્મબુદ્ધિ દૃઢ પ્રીતિ થાય તેને નિર્વિકલ્પ સમાધિના જેવી શાંતિ રહે છે. એવી આ આત્મબુદ્ધિ હોય તેને દેશકાળાદિકનું વિઘ્ન ન લાગે ને અમારાથી ને અમારા સંતથી વિમુખ ન થાય. ધર્મ ને વૈરાગ્ય સામાન્ય હોય પણ અમારો ને અમારા ભક્તનો અવગુણ ન લે તેનો સંગ કરવો. અવગુણ લેતો હોય ને ધર્મ ને વૈરાગ્ય આકરા હોય તો પણ તેનો સંગ કરવો નહિ. (૨૪૫)