પત્ર : ૧૪૮

સાધનિક હજારો હોય પણ તેથી સિદ્ધ મુક્ત જેવું કામ થાય નહિ.

ભગવાનને તો સૌને એક સરખી સ્થિતિ ને એક સરખું સુખ આપવું છે, પણ મળે ક્યારે ? તેમનાં વચન અધ્ધરથી ઝીલે ત્યારે. લાખ લાખના મોતી ને ફટકિયા મોતીમાં ફેર કેમ પડ્યો ? તેનો વિચાર એકાંતમાં કરો તો સમજાય. બહારવૃત્તિએ તો બાર ને બાર ચોવીસ વર્ષે પણ ન સમજાય.