ગઢડા પ્રથમ : ૩૧
અમારી ને અમારા સંતની સેવા કરતો હોય તેનાથી વચને કરીને કોઈને દુઃખવાય તો પણ તે નિવૃત્તિવાળા ભક્ત કરતાં શ્રેષ્ઠ છે. તેમાં અલ્પ સરખો દોષ દેખીને અવગુણ લે તેને અમારે વિષે પણ દોષ દેખાય તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. અક્ષરાતીત પ્રત્યક્ષ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ જે અમે તે અમારો નિશ્ચય હોય ને અમારી આજ્ઞામાં વર્તે તે મોટો છે.