પત્ર : ૧૧૧
બાપનું દ્રવ્ય દીકરાનું, એમ શ્રીજીએ આપણને પ્રગટ પ્રમાણ સુખડાં આપ્યાં છે તેમાં સદાય રહેવું ને તેનો મહિમા કહેતા જેને હૈયામાં સમાય તેને કહેવો, બીજો રાખવો આપણી પાસે. એક જૂનું ભજન પરોક્ષમાં ગાય છે :
વીરા ! પાત્ર પરખ્યા વિના સંગડો ન કિજીયે,
હીમનો ઠરેલ એક ઉંદર હતો,
તેને હંસે પાંખમાં લીધો;
શશિયર ઊગ્યો ત્યારે પાંખ પ્રજાળી,
પાંખ કાપી અળગો થયો.
એવી રીતે પાત્ર ન હોય તેને આ સર્વોપરી પુરુષોત્તમ છે ને તમે તેમ જાણો એવી આગ્રહની વાત કરવાનું તાન ન રાખવું. તે તો શ્રીજી પૂર્ણકામ દયા કરે તો જ સમજાય તેમ છે, તે જાણી રાખવું.