ગઢડા છેલ્લું : ૨
સત્સંગ થાતાં જેવું અંગ બંધાય છે તે અંગ સદા રહે છે. અયોગ્ય પદાર્થના સંકલ્પે કરીને દાઝ ન થાય તેને સત્સંગ પ્રધાન રહે નહિ. સત્પુરુષને યોગે કરીને સંસ્કાર થાય છે માટે સત્પુરુષને યોગે પણ જેમ છે તેમ ન સમજે તે અતિશય મંદ બુદ્ધિવાળો છે. સર્વે ધામોની સભાથી આ સત્સંગીની સભા અધિક છે ને આ સત્સંગ બ્રહ્માદિકને પણ દુર્લભ છે. જેવી પરોક્ષ એટલે અક્ષરધામમાં અમે દિવ્ય સ્વરૂપે વિરાજમાન છીએ તેમાં પ્રતીતિ એટલે દિવ્યભાવનો દૃઢ વિશ્વાસ છે તેવો જ આ પ્રત્યક્ષ મનુષ્યરૂપે દેખાતા જે અમે તેમાં દિવ્યભાવ નથી આવતો ને આ મૂર્તિ ને અક્ષરધામમાં મૂર્તિ તે એક જ છે એમ સમજાતું નથી, એ જ અમારા વિના બીજે હેત રહેવાનું કારણ છે. જો પરોક્ષના જેવી જ પ્રત્યક્ષને પ્રતીતિ આવે તો છતે દેહે જ મોક્ષને પામી રહ્યો છે. (૨૩૬)