ગઢડા છેલ્લું : ૩૬

અમને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકાર મૂર્તિ ને સર્વેના અવતારી સમજીને આશ્રય કરે, ધર્મે સહિત અમારી ભક્તિ કરે, એવી ભક્તિએ યુક્ત સાધુનો સંગ કરે, તે કલ્યાણનું અસાધારણ સાધન છે તેમાં બીજાં કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતાં નથી. મહાદુષ્ટ એવા જે શુષ્કવેદાંતી તેનો સંગ કરવો એ મોટું વિઘ્ન છે. અમારી ઉપાસના ને ધ્યાન એ બે હોય તો આત્મા તથા બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહિ. (૨૭૦)