ગઢડા છેલ્લું : ૧૬
અમારે વિષે પતિવ્રતાપણે પ્રીતિ કરવી ને અમારા મુક્તમાં જીવોનો મોક્ષ કરે એવો મોટો ગુણ છે તો પણ તે સાથે અમારા જેવી પ્રીતિ ન કરવી ને બીજા અવતારને વિષે તો કરવી જ નહિ ને અમારી મરજી પ્રમાણે જ વર્તવું અને જેમ હનુમાનજીએ રામચંદ્રજીને વિષે નિષ્ઠા રાખી હતી તે પછી ઘણાક અવતાર થઈ ગયા તો પણ નિષ્ઠા મૂકી નહિ તેમ તમારે અમારે વિષે નિષ્ઠા છે. તે અમારા પછી બીજા અવતારો થાય તો પણ અમારે વિષેથી નિષ્ઠા ફરવા દેવી નહિ તે પતિવ્રતા ભક્તિ છે. જેનું અંગ એવું ન હોય તેની ભક્તિ વ્યભિચારિણીના જેવી છે. (૨૫૦)