ગઢડા મધ્ય : ૨૭

અમારું માહાત્મ્ય વિચારે તથા સંતનો માર્ગ વિચારે તો કામ, ક્રોધાદિકને હઠાવી દે, અને એ વિચાર ગુણથી પર છે અને એવો વિચાર પૂર્વના સંસ્કારે કરીને આવે છે તે વિચાર માયિક પદાર્થનું બંધન રહેવા દે નહિ. ભૂંડા દેશ-કાળાદિકને યોગે કરીને પ્રથમ આવરણ થઈ જાય એવી કાચપ રહે છે તે મોટા પુરુષને રાજી કરે તો નડી શકે નહિ. કોઈ ઉપર મલિન ઘાટ ન કરે તો મોટા પુરુષ રાજી થાય. અમારા ભક્તને દુઃખવ્યા હોય તો રાજી કરવા. ત્યાગનો પક્ષ મોળો પાડીને પોતપોતાના ધર્મમાં રહીને અમારી ભક્તિ, ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે. (૧૬૦)