પત્ર : ૧૭૮
વૃક્ષમાં ફૂલફળ આવે છે ને ટાણે ખરી જાય છે. સૃષ્ટિમાંની બધી વસ્તુઓ પર કાળ, કર્મ ને માયા છે, અને આપણૌ ચૈતન્ય તો અક્ષરધામરૂપ તખ્તમાં મહારાજ બિરાજે છે એ મૂર્તિમાં છે. ધામની મૂર્તિ, મનુષ્યરૂપ તથા પ્રતિમા ત્રણે એક જ છે, આવો અનુભવ આપણને શ્રીહરિ તથા મોટા મુક્તોએ કરાવ્યો છે. એ વાતોમાં અદભુત આનંદ વર્તે છે. બાકી સર્વત્ર જુદી દૃષ્ટિમાં છે તો અશાંતિ ને દુઃખ જ જણાય છે, પરંતુ આપણે એ દૃષ્ટિ બદલાવીએ તો દુઃખ ન થાય :
રવિમંડળમાં રાત તણું દુઃખ નવ રહે,
પારસ પામે ધન દુર્બળતા જાય જો;
તેમ પ્રગટ પુરુષોત્તમને જે જે મળે,
તેનો મહિમા ભવ બ્રહ્માદિક ગાય જો.
આવી અલૌકિક વાત પરભાવની છે.